કટારીયા પાસે નેશનલ હાઈવે પર દુર્ઘટના, અનેક પશુઓ ઘાયલ
કટારીયા: લાકડીયા પુલ પાસે હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી, જ્યાં એક બેફામ ઝડપે આવતો ડમ્પર ઘેટાં-બકરાના ધણ પર ફરી વળ્યો. આ ભયાનક ઘટનામાં 26 ઘેટાં-બકરાનું કરુણ મોત નીપજ્યું, જ્યારે અનેક મૂંગા પશુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ. ત્યારે અચાનક એક બેકાબૂ ડમ્પરે તમામ પશુઓને ટક્કર મારી દીધી. ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર માટે નજીકની પશુ દવાખાને ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાને પગલે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.